પોસ્ટ્સ

માર્ચ, 2024 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

CET 2024 STS 05 / કોમન એન્ટરસ ટેસ્ટ 2024 ધોરણ 5 ના બાળકોએ પેપર દેવા સાથે શુ શુ લઈ જવું??

 નમસ્તે મિત્રો, આપણે સૌ જાણીએ છીએ તેમ 30/03/2024 ને શનિવારે સવારે 10.30 કલાકે CET ની પરીક્ષા શરૂ થવાની છે. આ પરીક્ષા ધોરણ 5 ના બાળકો આપવાના છે.  તો આ CET 2024 પરીક્ષા શનિવારે છે એ તો આપણે જાણીએ છીએ પણ તેના માટે બાળકોએ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે તેની ચર્ચા સૌથી મહત્વની છે. કારણ કે ધોરણ 5નું બાળક હજી ઘણું નાનું કહેવાય અને પરીક્ષા બોર્ડ લેવલની આપવાની છે. તેથી અમુક બાબતો પર ધ્યાન દોરવું સૌથી મહત્વનું કહી શકાય. આમ જોઈએ તો બાળકને સ્કૂલેથી જ તમામ માહિતીઓ આપવામાં આવી હોય છે છતાં થોડીક અગત્યની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી લઈએ... 1. સૌપ્રથમ વાલી શ્રી શનિવારે 10 વાગ્યા પહેલા CET 2024નું જે સેન્ટર મળેલ છે ત્યાં બાળકને સમયસર પહોંચાડી દેવું. 10:25 પછી પરીક્ષા ખંડ માં એન્ટ્રી નહિ મળે. 2. બાળકે સાથે સ્કુલે શિક્ષકે આપેલ રસીદ(હોલટીકીટ) અને આધાર કાર્ડ સાથે રાખવું. આની સિવાય એકપણ એક્સ્ટ્રા કાગળ સાથે ન લેવું. 3. બાળકે સાથે સ્માર્ટ વોચ કે કેલ્ક્યુલેટર રાખવું નહિ. 4. પારદર્શક પેડ, કંપાસબોક્સ, તેમજ પાણીની બોટલ સાથે લઈ જઈ શકો છો. એની સિવાય બીજું કંઈ રાખવું નહિ. આમતો પરીક્ષા સ્થળે પાણીની સુવિધા હો...

PSE EXAM GUJARAT PSE પરીક્ષા કોણ આપી શકે : SEB - STATE EXAMINATION BOARD GUJARAT 2024

છબી
ગુજરાતમાં PSE પરીક્ષા દર  વર્ષે ધોરણ 6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે લેવામાં આવે છે. આ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીને સરકાર શિષ્યવૃત્તિ આપે છે. આ પરીક્ષા સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ આપી શકે છે. આ પરીક્ષા આપવા માટે સૌપ્રથમ ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે.  ત્યારબાદ સરકારશ્રી ફાળવેલ સેન્ટર પર જઈને પરીક્ષા આપવાની હોય છે તેમાં સારા એવા ગુણથી પાસ થનારને સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. PSE પરીક્ષા વિશે  પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા એ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તેમના શૈક્ષણિક પ્રદર્શન અને શિષ્યવૃત્તિ પુરસ્કારો માટેની પાત્રતાનું મૂલ્યાંકન કરવા માટે લેવામાં આવતી પરીક્ષા છે.  પરીક્ષા સામાન્ય રીતે પ્રાથમિક શાળાના શિક્ષણના અંતિમ વર્ષમાં વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, અને તે ગણિત, વિજ્ઞાન, સામાજિક અભ્યાસ અને અંગ્રેજી ભાષા જેવા વિવિધ વિષયોમાં તેમના જ્ઞાનની ચકાસણી કરે છે.  પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા એ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ પરીક્ષા છે, કારણ કે તેનો ઉપયોગ ઘણીવાર લાયક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટેના માપદંડ તરીકે થાય છે....

SSC EXAM RESULT DATE 2024 - HSC EXAM RESULT DATE 2024 declare - ગુજરાત બોર્ડ પરીક્ષાના પરિણામની તારીખ જાહેર થઈ - આ તારીખે આવશે બોર્ડનું પરિણામ 2024

છબી
 નમસ્તે મિત્રો, આપ સૌ જાણો છો તેમ શાળાકીય અભ્યાસ માં સૌથી વધુ મહત્વ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું હોય છે. અને પરીક્ષાની બાળકો આખું વર્ષ તનતોડ મહેનત કરતા જોવા મળે છે. માર્ચ મહિનો આવે કે બાળકોમાં અલગ જ ઉત્સાહ જોવા મળતો હોય અને એમાંય ખાસ કરીને બોર્ડની રસીદ જેવી હાથમાં આવે કે પહેલા તો કોણ કોણ અમારા બ્લોકમાં છે. કોનો સીટ નંબર કયો છે અને કોણ કોણ એક ક્લાસમાં આવ્યું તેનો સમગ્ર રિપોર્ટ બાળક તૈયાર કરતું હોય છે. અને ત્યારબાદ સંપૂર્ણ તૈયારી સાથે એ બોર્ડના પેપર આપે.  આ પેપરની તૈયારી માં કોઈ રાતના 12કે 1 વગાડે તો કોઈ મારી જેવા 8 - 9 વાગે કે સુઈ જાય. એમાંય ખાસ કરીને જેવી ચોપડી હાથમાં આવે કે ઊંઘ અને બગાસાં શરૂ અને એ સમયે જો કોઈ મોબાઈલ હાથમાં આપી દે તો રાત 12 કે 1 કેમ વાગે એ પણ ખબર ન રહે. આખું વર્ષ જ્યારે તૈયારી કરીએ ત્યારે એક જ ટાર્ગેટ હોય કે વેકેશનમાં તો સુઈ સૂઈને ગાભા કાઢી નાખવા પણ જેવું વેકેશન પડે કે સવારે 6 વાગ્યાની આંખ ઉઘડી જાય. અને ઊલટું જ્યારે ભણતા હોઈએ ત્યારે મમ્મી 6 વાગ્યે જગાડે તો માંડ માંડ 8 વાગ્યે ઊભા થઈએ એને બદલે હવે વેકેશનમ તો સવારના 6 વાગ્યાના જાગી જઈએ. બાકી માં તો આખો દિ...

શ્રી સ્વામી વિવેકાનંદ સ્કૂલ - ટાણા :: SHREE SWMAI VIVEKANAND SCHOOL - TANA

છબી
 શ્રી માનવ વિકાસ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સ્વામી વિવેકાનંદ સ્કૂલ - ટાણા નાનકડા એવા બીજમાંથી આજે વટવૃક્ષની દાવેદારી સુધી પહોંચતી એક માત્ર શાળા એટલે જ SVS. નમસ્તે મિત્રો, આ શાળાની શરૂઆત ઇ.સ. 2007 થી થઈ ત્યારે માત્ર ધોરણ 1 થી 8 અને બાલમંદિર જ હતું. પરંતુ શિક્ષણ જગત અંદર પ્રાથમિક ધોરણોમાં ભવ્ય સફળતા બાદ તેમજ વાલીશ્રીઓની માંગ ને ધ્યાનમાં રાખી શાળાના ટ્રસ્ટી શ્રીઓ 1) ધર્મેન્દ્રભાઇ પટેલ, 2) ધીરજભાઈ પટેલ 3) મગન લાલ ચભાડિયા અને 4) સંજયભાઈ પરમાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની માંગણી સરકાર શ્રી પાસે કરી અને 2016 થી આ સંસ્થામાં ધોરણ 9 અને 11 કોમર્સ ની શરૂઆત થઈ. અને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક ની પ્રથમ બેંચે જ માર્ચ 2018ની બોર્ડની પરીક્ષામાં ઉત્તમ પરિણામ હાંસલ કર્યું. આ ભવ્ય સાગફળતા બાદ આ સંસ્થાએ હજી એક ડગલું આગળ ભર્યું અને ધોરણ 11 અને 12 આર્ટસ વિભાગ પણ શરૂ કર્યો. શિક્ષકોની તનતોડ મહેનત અને ટ્રસ્ટીશ્રીઓનું નિરીક્ષણ ની અંદર આ નાનકડા એવા છોડે સમગ્ર શિહોર તાલુકામાં ધોરણ 10 અને 12 (આર્ટ્સ અને કોમર્સ) એ ઉત્તમ પરિણામ મેળવી સમગ્ર શિહોર તાલુકામાં પરિણામની દ્રષ્ટિએ નંબર 1 હાંસલ કર્ય...