શ્રી સ્વામી વિવેકાનંદ સ્કૂલ - ટાણા :: SHREE SWMAI VIVEKANAND SCHOOL - TANA

 શ્રી માનવ વિકાસ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સ્વામી વિવેકાનંદ સ્કૂલ - ટાણા

નાનકડા એવા બીજમાંથી આજે વટવૃક્ષની દાવેદારી સુધી પહોંચતી એક માત્ર શાળા એટલે જ SVS.

નમસ્તે મિત્રો, આ શાળાની શરૂઆત ઇ.સ. 2007 થી થઈ ત્યારે માત્ર ધોરણ 1 થી 8 અને બાલમંદિર જ હતું. પરંતુ શિક્ષણ જગત અંદર પ્રાથમિક ધોરણોમાં ભવ્ય સફળતા બાદ તેમજ વાલીશ્રીઓની માંગ ને ધ્યાનમાં રાખી શાળાના ટ્રસ્ટી શ્રીઓ 1) ધર્મેન્દ્રભાઇ પટેલ, 2) ધીરજભાઈ પટેલ 3) મગન લાલ ચભાડિયા અને 4) સંજયભાઈ પરમાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની માંગણી સરકાર શ્રી પાસે કરી અને 2016 થી આ સંસ્થામાં ધોરણ 9 અને 11 કોમર્સ ની શરૂઆત થઈ. અને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક ની પ્રથમ બેંચે જ માર્ચ 2018ની બોર્ડની પરીક્ષામાં ઉત્તમ પરિણામ હાંસલ કર્યું. આ ભવ્ય સાગફળતા બાદ આ સંસ્થાએ હજી એક ડગલું આગળ ભર્યું અને ધોરણ 11 અને 12 આર્ટસ વિભાગ પણ શરૂ કર્યો.

શિક્ષકોની તનતોડ મહેનત અને ટ્રસ્ટીશ્રીઓનું નિરીક્ષણ ની અંદર આ નાનકડા એવા છોડે સમગ્ર શિહોર તાલુકામાં ધોરણ 10 અને 12 (આર્ટ્સ અને કોમર્સ) એ ઉત્તમ પરિણામ મેળવી સમગ્ર શિહોર તાલુકામાં પરિણામની દ્રષ્ટિએ નંબર 1 હાંસલ કર્યો. 2019 માં ધોરણ 10 ના તેજસ્વી 4 તારલાઓએ A1 ગ્રેડ મેળવી સમગ્ર શિહોર તાલુકો ગજવી નાખ્યો.

 જેમાં A1 ગ્રેડ મેળવનાર...





પરંતુ હજી ધોરણ 12 આર્ટસ અને કોમર્સમાં A1 હાંસલ નહોતો થયો જેમાં માત્ર 1 ગુણ ના કારણે થાળા ગામની વિદ્યાર્થીની બારૈયા હિના શંભુભાઈ એ 89.95% ટકા સાથે 2018માં પ્રથમ નંબર મેળવ્યો હતો પરંતુ આ ખોટ 2020ની ધોરણ 12ની વિદ્યાર્થીની ગોધાણી ધ્રુવી અશોકભાઈ ગામ ટાણા એ A1 મેળવી શાળાનું સ્વપ્ન પૂર્ણ કર્યું.

હવે તો શાળાનો સ્ટાફ અને સંચાલકશ્રી ની તનતોડ મેહનત દર વર્ષે રંગ લાવવા માંડી. વર્ષ 2021નું બોર્ડનું પરિણામ તો નહોતું કારણકે કોવિડ ની ઇફેક્ટ હોવાથી માસ પ્રમોશન મળેલું પણ વર્ષ 2022 ની ધોરણ 10 અને 12 ના બન્ને ક્લાસના 6 - 6 બાળકોએ A1 ગ્રેડ હાંસલ કર્યો એમ કુલ 12 બાળકોએ એક જ વર્ષમાં રેકોર્ડ બ્રેક પરિણામ શાળાને અપાવ્યું. જેમાં કાબા ખુશાલી શંભુભાઈ ગામ થોરાળી કે જેને સમગ્ર ગુજરાત રાજ્યમાં તૃતીય નંબર હાંસલ કરી તેમના સમાજનું અને શાળાનું નામ રોશન કર્યું. 


તો સાથે સાથે ધોરણ 12 કોમર્સ ના વિદ્યાર્થી વાઘોશી મિલન રાજુભાઇ ગામ રામગઢ જેણે સમગ્ર શિહોર તાલુકામાં પ્રથમ નંબર હાંસલ કરી સમગ્ર શાળા કેમ્પસનું નામ રોશન કર્યું હતું.

જેમાં ધોરણ 10 અને 12માં A1 ગ્રેડ મેળવનાર...









તેમજ આ પેટર્નથી કામગીરી શરૂ રાખી વર્ષ 2023 માં પણ ધોરણ 10 માં ત્રણ A1 ગ્રેડ અને ધોરણ 12 માં એક A1 ગ્રેડ એમ કુલ 4 A1 ગ્રેડ સાથે ફરી શિહોર તાલુકામાં પ્રથમ નંબર હાંસલ કર્યો.


હવે આ ધોરણ 10 અને 12 આર્ટ્સ કોમર્સની ભવ્ય સફળતા બાદ ફરી શાળાના સંચાલકશ્રીઓએ હજી એક ડગલું શિક્ષણ જગતમાં આગળ વધારવાનું નક્કી કર્યું અને જુન 2024 થી આ જ શાળાના કેમ્પસમાં સાયન્સ વિભાગ અને હોસ્ટેલ ની સુવિધાઓ શરૂ કરવામાં આવશે. એ બદલ સમગ્ર શાળા પરિવારને મારા વતિ ખૂબ ખૂબ શુભેચ્છાઓ....

આ તો માત્ર વાત થઈ શિક્ષણની તો ચાલો હવે વાત કરું બાળકોને સૌથી વધુ પસંદ હોય તેવી બાબત તે એટલે રમત ગમત.

આ શાળાએ માત્ર શિક્ષણમાં જ સફળતા મેળવી એવું નથી આ શાળાના બાળકોએ રમત ગમત ક્ષેત્રે છેક નેશલન કક્ષા સુધી પોતાની સફર ખેડી છે. 

આ શાળામાં ધોરણ 9 થી 12ની શરૂઆત ઇ.સ. 2016 થી થઈ ત્યારથી હું આ શાળામાં જોડાયેલો છું. શરૂઆત માં પ્રથમ વર્ષે એટલે કે 2016 -17 , ના ખેલ મહાકુંભ માં શાળાના બાળકોએ સમગ્ર શિહોર તાલુકામા દ્વિતીય નંબર હાંસલ કર્યો. અને આ સફરને આગળ વધારતા આગળના વર્ષોમાં ગુંદાળા ગામની વિદ્યાર્થીની સુતરિયા પાયલબેન જીવનભાઈએ સમગ્ર ગુજરાત રાજ્યમાં 400મીટર દોડમાં પાંચમો નંબર મેળવી શાળાni રાજ્ય કક્ષાએ ઝાંખી કરાવી. આવી જ રીતે દર વર્ષે તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષા સુધી બાળકોની સફર શરૂ રહી. અને વર્ષ 2023-24 માં આ શાળાના બાળકો જ્વલંત સફળતા મેળવી.

જેમાં શાળા કક્ષાના શાળાકીય રમતોત્સવ અને ખેલ મહાકુંભ બન્નેમાં સમગ્ર શિહોર તાલુકામા પ્રથમ નંબર મેળવ્યો. જેમાં કબડ્ડી ની અન્ડર14 ભાઈઓની ટીમે શાળાકીય રમતોત્સવ માં સમગ્ર ભાવનગર જિલ્લામાં પ્રથમ નંબર હાંસલ કરી શાળા નું નામ રોશન કર્યું હતું.

તેમજ એ શાળાકીય રમતોત્સવ માં રગ્બી ની ભાઈઓ અને બહેનોની ટીમે રાજ્ય કક્ષાએ જોરદાર પ્રદર્શન કરી શાળાના કુલ 16 ભાઈઓ અને 16 બહેનોએ નેશનલ કક્ષા માટેના કેમ્પ માં સિલેક્શન પામ્યા હતા અને તેમાંથી અન્ડર14 ના બે ભાઈઓ 1) મોરી જયરાજસિંહ દીપશંગભાઈ ગામ - કાજવડર અને 2) પરમાર અર્શન ગામ - મઢડા આ બન્ને બાળકોએ રગ્બી માં નેશનલ કેમ્પમાંથી સિલેક્ટ થઈ ગુજરાત રાજ્ય તરફથી ઓરિસ્સા ખાતે રગ્બી ટુર્નામેન્ટ રમી પણ ચુક્યા છે. તમેજ હજી એક બાળક અન્ડર17 માં ગોહિલ શિવરાજસિંહ રઘુવીરસિંહ ગામ - ટાણા કે જે મે મહિનામાં ગુજરાત તરફથી પુણે રમવા જશે. 

આમ આ શાળાએ માત્ર શિક્ષણ જ નહીં પણ રમત ગમતમાં પણ છેક નેશનલ સુધીની સફર ખેડી છે. તે બદલ તમામ બાળકોને, તેમના વ્યાયામ શિક્ષક તેમજ સમગ્ર સ્ટાફ મિત્રો અને સંચાલકશ્રી ને ખૂબ ખૂબ અભિનંદન...


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગ્રામ પંચાયતને મળતી કુલ ગ્રાંટો 2024

દરેક વિષયની પાકિબુક કેવી રીતે બનાવવી? /हर विषय की fair बुक कैसे बनाएं???

Important Dates for GSEB Board Result 2025 :: How to Check GSEB Result 2025 – Step-by-Step Guide gseb 2025