CET 2024 STS 05 / કોમન એન્ટરસ ટેસ્ટ 2024 ધોરણ 5 ના બાળકોએ પેપર દેવા સાથે શુ શુ લઈ જવું??
નમસ્તે મિત્રો,
આપણે સૌ જાણીએ છીએ તેમ 30/03/2024 ને શનિવારે સવારે 10.30 કલાકે CET ની પરીક્ષા શરૂ થવાની છે. આ પરીક્ષા ધોરણ 5 ના બાળકો આપવાના છે.
તો આ CET 2024 પરીક્ષા શનિવારે છે એ તો આપણે જાણીએ છીએ પણ તેના માટે બાળકોએ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે તેની ચર્ચા સૌથી મહત્વની છે. કારણ કે ધોરણ 5નું બાળક હજી ઘણું નાનું કહેવાય અને પરીક્ષા બોર્ડ લેવલની આપવાની છે. તેથી અમુક બાબતો પર ધ્યાન દોરવું સૌથી મહત્વનું કહી શકાય.
આમ જોઈએ તો બાળકને સ્કૂલેથી જ તમામ માહિતીઓ આપવામાં આવી હોય છે છતાં થોડીક અગત્યની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી લઈએ...
1. સૌપ્રથમ વાલી શ્રી શનિવારે 10 વાગ્યા પહેલા CET 2024નું જે સેન્ટર મળેલ છે ત્યાં બાળકને સમયસર પહોંચાડી દેવું. 10:25 પછી પરીક્ષા ખંડ માં એન્ટ્રી નહિ મળે.
2. બાળકે સાથે સ્કુલે શિક્ષકે આપેલ રસીદ(હોલટીકીટ) અને આધાર કાર્ડ સાથે રાખવું. આની સિવાય એકપણ એક્સ્ટ્રા કાગળ સાથે ન લેવું.
3. બાળકે સાથે સ્માર્ટ વોચ કે કેલ્ક્યુલેટર રાખવું નહિ.
4. પારદર્શક પેડ, કંપાસબોક્સ, તેમજ પાણીની બોટલ સાથે લઈ જઈ શકો છો. એની સિવાય બીજું કંઈ રાખવું નહિ. આમતો પરીક્ષા સ્થળે પાણીની સુવિધા હોય જ છે છતાં પણ સાથે રાખી શકાય.
5. પેપર કુલ 120 ગુણનું હશે. અને પ્રશ્નો પણ 120 હશે. સમય 2:30 કલાકનો રહેશે.
6. OMR શીટમાં વિકલ્પો ઘૂંટવાના રહેશે. ટિક કરવા નહિ. આખું કુંડાળું ઘાટું ઘૂંટી નાખવું.
આમ ઉપરોક્ત તમામ બાબતો ધ્યાનમાં લેવી. BEST of LUCK
હોલટીકીટ મેળવવા ક્લિક કરો. :- અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો