ગ્રામ પંચાયતને મળતી કુલ ગ્રાંટો 2024

 ગ્રામ જનો નીચેની યોજનાઓ ગોખી રાખો અથવા તમારી અંગત ડાયરીમાં લખી રાખો.... સમયાંતરે તલાટી સરપંચ ને યાદ અપાવતા રહો કે આ યોજનાઓનો લાભ ગામને મળ્યો કે નહિ....?



🔆ગ્રામ પંચાયત ને મળતી ગ્રાન્ટો🔆

૧.સંસદ સભ્યની ગ્રાન્ટ

             દર વર્ષે સંસદસભ્યને પોતાના મતવિસ્તારની ગ્રામ પંચાયતમાં કામ કરવા માટે 5 કરોડ ની ગ્રાન્ટ મળે છે.એટલે,

            5(કરોડ)×5(વર્ષ)=25 કરોડ.

વિકાસ માટે મળતા રહે છે.તેની નોધ રાખો.

૨. ધારાસભ્યની ગ્રાન્ટ

             દર વર્ષે ધારાસભ્યને પોતાના વિસ્તારની ગ્રામ પંચાયતના કામો કરવા માટે 1.5 કરોડ ની ગ્રાન્ટ મળે છે.એટલે

             5×1.5=7.5કરોડ.

3.રાજ્યસભાના સંસદ સભ્યની ગ્રાન્ટ

        રાજ્યસભાના સંસદસભ્યને પોતાના મતવિસ્તારમાં વાપરવા માટે 5 કરોડ ની ગ્રાન્ટ મળે છે એટલે,

           5×5=25 કરોડ.

૪. સ્વભંડોળની ગ્રાન્ટ

       ગ્રામ પંચાયત દ્વારા ઉઘરાવવા માં આવતા  વેરાઓમાંથી થતી ટોટલ આવકના અમૂક ટકા સ્વભંડોળની ગ્રાન્ટ તરીકે મળે છે.

૫.જીલ્લા પંચાયતના સભ્યની ગ્રાન્ટ 

લગભગ 5 કરોડ આજુબાજુ

૬. ATVT(આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો)ની ગ્રાન્ટ

       દરવર્ષે 1કરોડની ગ્રાન્ટ સરકાર એક તાલુકાને આપે છે અને તાલુકામાંથી ગામડે ગામડે વહેચણી થાય,કોઈને એક લાખ,કોઇને  બે લાખ કોઈને પાંચ લાખ.

        આ ગ્રાન્ટ ફરજીયાત આવે છે અને ફરજિયાત વાપરવી પડે છે.

      1×5=5 કરોડ.

૭. જીલ્લા આયોજન મંડળની ગ્રાન્ટ

       આ ગ્રાન્ટ દરવર્ષે એક કરોડની આવે ,એટલે

       1×5=5 કરોડ.

૮. DMF(District mineral Fund)ની ગ્રાન્ટ

           જે જીલ્લાઓમાં રેતીની કે કોઈ ખાણ-ખનીજની લીજ આપવામાં આવી હોય એ લીજ માથી લીજધારકો જે ખનીજ બહાર કાઢે એનાથી આસપાસ ના વાતાવરણને,આબોહવાને અને ગામની જમીને નુકશાન થાય,જેની જમીન લીજમાં જાય એમને નુકશાન થાય એટલે સરકારને રોયલ્ટી ની જે આવક થાય એ જીલ્લામાંથી એના 60% રુપિયા પાછા ગ્રાન્ટ તરીકે જે તે ગામડાઓમાં લીજ આપવામાં આવી હોય એ ગ્રામ પંચાયતને મળે.

૯. સ્વચ્છતાની ગ્રાન્ટ

        ગામની વસ્તીદીઠ એટલેકે મતદાન યાદીમાં જેનું નામ હોય એવી વસ્તી.જે  2000ની વસ્તી ગણતરી મૂજબ પ્રત્યેક મતદાર દીઠ ૨૫  રૂપિયા લેખે મળે એટલે

        5000×25=125000.00

૧૦. ઓક્ટ્રોયની ગ્રાન્ટ

        ઓક્ટ્રોય ની ગ્રાન્ટ સરકાર દરવર્ષે "સરપંચ"ના સીધા ખાતામાં જમા કરેછે.આ ગ્રાન્ટ જે ગામમાં 3500 લોકોની વસ્તી હોય તે ગામમાં લંબસમ અંદાજે 121000/-  જેટલી ગ્રાન્ટ આવે છે.

૧૧.  નાણાંપંચની ગ્રાન્ટ

         ભારતસરકાર પંચવર્ષીય આયોજન કરે કે આગલા પાચ વર્ષમાં શિક્ષણક્ષેત્રે,રોડ-રસ્તા ક્ષેત્રે, પર્યાવરણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે ગામડાઓમાં શું કરવાનું છે?એ આયોજન પરથી ભારતસરકાર રૂપિયા ફાળવે છે.

        માથાદીઠ એમાં ચારેક હજાર ની વસ્તી હોય તો લંબસમ 16-17 લાખ રૂપિયા ગ્રાન્ટ આપે છે.

17(લાખ)×5=85 લાખ.

૧૨. પરફોર્મન્સ ગ્રાન્ટ

  ગ્રામ પંચાયતને સરકારે જે કાઈ ગ્રાન્ટ આપી છે,જે કામ કરવા માટે આપી છે,એ કામ કરી નાખે અને પૂરેપૂરી ગ્રાન્ટ વાપરી નાખે તો એનો મતલબ એવો થયો કે ગ્રામ પંચાયતે ખૂબ સારું કામ કર્યુ છે.એટલે સારું કામ કરવા બદલ જે ગ્રાન્ટ આપે તેને પરફોર્મન્સ ગ્રાન્ટ કહેવાય.

      દા.ત.    કોઈ રોડ બનાવવા માટે સરકાર 2લાખની ગ્રાન્ટ આપે અને ગ્રામ પંચાયત 2લાખ વાપરી નાખે અને ગ્રામ પંચાયત કાગળ ઉપર  ખોટી રીતે કે કોઈ પણ રીતે રોડ બનાવી નાખે તો સરકારમાં એવું સાબિત થયું કે આ ગ્રામ પંચાયત સક્રિય છે,એટલે જેવી ગ્રાન્ટ આવી કે તરત જ રોડ બનાવી નાખ્યો,આનું પરફોર્મન્સ સારું કહેવાય છે.


          આવી રીતે મળતી ગ્રાન્ટને પરફોર્મન્સ ગ્રાન્ટ કહેવાય.

૧૩. ગ્રામ સભાની ગ્રાન્ટ.

આવી રીતે ટોટલ લગભગ એક વર્ષ ની  12-13 કરોડની ગ્રાન્ટ આવેછે.


         12(કરોડ)×5=60 કરોડ.....? ( ટૂંકમાં આ ગ્રાન્ટ વસ્તી ના ધોરણે સરકાર ફાળવે છે.)


દરેક ગ્રામ પંચાયતના સરપંચ,સદસ્ય અને ગામના રહીશ ભાઈઓ બહેનો પોતાની અંગત ડાયરીમાં આ ઉપર દર્શાવેલ યોજનાઓમાંથી તમારા ગામને કેટલી ગ્રાન્ટ મળી અને તે ક્યાં વપરાઈ તેનું અચૂક ધ્યાન રાખે.સરકાર તો આ રકમ સરપંચ ને આપશે પણ ગામના તલાટી અને ચૂંટાયેલ વ્યક્તિઓ આ રકમ યોગ્ય જગ્યાએ વાપરે તો જ આપણા ગામનો વિકાસ થઈ શકશે...🌹 

✅👆✅


ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

દરેક વિષયની પાકિબુક કેવી રીતે બનાવવી? /हर विषय की fair बुक कैसे बनाएं???

Important Dates for GSEB Board Result 2025 :: How to Check GSEB Result 2025 – Step-by-Step Guide gseb 2025