SSC EXAM RESULT DATE 2024 - HSC EXAM RESULT DATE 2024 declare - ગુજરાત બોર્ડ પરીક્ષાના પરિણામની તારીખ જાહેર થઈ - આ તારીખે આવશે બોર્ડનું પરિણામ 2024

 નમસ્તે મિત્રો,

આપ સૌ જાણો છો તેમ શાળાકીય અભ્યાસ માં સૌથી વધુ મહત્વ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું હોય છે. અને પરીક્ષાની બાળકો આખું વર્ષ તનતોડ મહેનત કરતા જોવા મળે છે.



માર્ચ મહિનો આવે કે બાળકોમાં અલગ જ ઉત્સાહ જોવા મળતો હોય અને એમાંય ખાસ કરીને બોર્ડની રસીદ જેવી હાથમાં આવે કે પહેલા તો કોણ કોણ અમારા બ્લોકમાં છે. કોનો સીટ નંબર કયો છે અને કોણ કોણ એક ક્લાસમાં આવ્યું તેનો સમગ્ર રિપોર્ટ બાળક તૈયાર કરતું હોય છે. અને ત્યારબાદ સંપૂર્ણ તૈયારી સાથે એ બોર્ડના પેપર આપે. 

આ પેપરની તૈયારી માં કોઈ રાતના 12કે 1 વગાડે તો કોઈ મારી જેવા 8 - 9 વાગે કે સુઈ જાય. એમાંય ખાસ કરીને જેવી ચોપડી હાથમાં આવે કે ઊંઘ અને બગાસાં શરૂ અને એ સમયે જો કોઈ મોબાઈલ હાથમાં આપી દે તો રાત 12 કે 1 કેમ વાગે એ પણ ખબર ન રહે. આખું વર્ષ જ્યારે તૈયારી કરીએ ત્યારે એક જ ટાર્ગેટ હોય કે વેકેશનમાં તો સુઈ સૂઈને ગાભા કાઢી નાખવા પણ જેવું વેકેશન પડે કે સવારે 6 વાગ્યાની આંખ ઉઘડી જાય. અને ઊલટું જ્યારે ભણતા હોઈએ ત્યારે મમ્મી 6 વાગ્યે જગાડે તો માંડ માંડ 8 વાગ્યે ઊભા થઈએ એને બદલે હવે વેકેશનમ તો સવારના 6 વાગ્યાના જાગી જઈએ. બાકી માં તો આખો દિવસ એકલા જ હોઈએ કારણ કે શેરીના બીજા મિત્રો સ્કુલે હોય અને આપણે શેરીમાં એકલા. 



પણ આ વેકેશનમાં બે પ્રકારની  આતુરતા  હોય એક એવી કે જેના પેપર સારા ગયા હોય તેને એમ હોય કે જલ્દી ssc નું પરિણામ આવે તો ટકા જોઈ લવ અને બીજા એક એ કે જેને મારી જેમ પેપર સારા ન ગયા હોય તેઓ ભગવાનને એવી પ્રાર્થના કરતા હોય કે રિઝલ્ટ મોડું આવે તો સારું. રિઝલ્ટ વખતે મામા કે માસીના ઘરે જતું રહેવાનું એટલે પાપા કંઈ કહે નહિ.

ધોરણ 12 નું પરિણામ કે ધોરણ 10 નું પરિણામ આ તારીખે આવશે!!! કે પછી SSC RESULT 2024 GSEB અથવા HSC RESULT 2024 gseb વારંવાર નેટમાં સર્ચ કરતા રહેતા હોઈએ છીએ જેથી સારા પરિણામ વાળા કે ખરાબ પરિણામ વાળા અગાઉ પ્લાનિંગ કરી આમતેમ થઈ શકે.

એમાંય ખાસ તો મારા જેવા ફ્રી માણસો વેકેશનમાં દરરોજ SSC RESULT 2024 કે HSC RESULT 2024 આવા હેડિંગ વાળા પોસ્ટ દરરોજ શેર કરતા હોય એટલે આપણે સતત ને સતત આ જોઈતા હોઈએ છીએ.

તો મિત્રો આજની આ પોસ્ટ એટલે જ શેર કરી છે કે ધોરણ 10નું બોર્ડનું પરિણામ 2024 કે ધોરણ 12નું બોર્ડનું પરિણામ 2024 કે પછી SSC RESULT DATE 2024 GSEB કે HSC result date 2024 તમારે ગૂગલમાં ક્યારેય સર્ચ મારવું જ નહીં પડે. 

તો મિત્રો તમને ખાસ જણાવી દઉં કે આવી ખોટી પોસ્ટ કોઈ દિવસ ચેક ન કરતા કારણ કે હમણાં જ મને પણ એવા ન્યુઝ મળ્યા કે આ વર્ષે સરકાર બોર્ડનું પરિણમ જલ્દી આપી દેશે. તો બીજો એક મિત્ર કહેતો હતો કે આ વર્ષે ચૂંટણી છે તો પરિણામ એપ્રિલ માં આપી દેશે. તો મિત્રો તમને પણ કંઈક આવા ન્યુઝ આખું વેકેશન મળતા રહેશે. પણ આવા ન્યુઝ પર ખોટો વિશ્વાસ ન મુકતા કારણ કે બોર્ડના પેપર ચેકીંગ ની કામગીરી એટલે કે માત્ર ચેકીંગ માં જ 10 થી 15 દિવસ જેટલો સમય લાગતો હોય છે. ત્યારબાદ એ પુરવણી ગાંધીનગર પહોંચે ત્યાં રિચેક થાય માર્ક્સ એન્ટ્રી થાય ત્યારબાદ વેરિફિકેશન થાય આ સમગ્ર ઘટના માં મિનિમમ એક મહિનો જતો રહે. તો દોઢ મહિના પહેલા ક્યારેય પરિણામ શક્ય નથી. 

પરિણામ આવશે 09 મેં થી 18 મેં ની વચ્ચે



એટલે ધોરણ 10નું બોર્ડના પરિણામની તારીખ કે ધોરણ 12 ના પરિણામની તારીખ દોઢ મહીના પછીની જ હોઇ શકે. 

એટલે બોર્ડનું પરિણામ ( gseb reslut 2024) મેં મહિના સિવાય શક્ય જ નથી. એમાંય ખાસ કરીને 20 મે 2024 થી 31 મે 2024 ની વચ્ચે જ પરિણામ આવી શકે. 

SSC EXAM RESULT DATE 2024 - HSC EXAM RESULT DATE  2024 declare - ગુજરાત બોર્ડ પરીક્ષાના પરિણામની તારીખ જાહેર થઈ - આ તારીખે આવશે બોર્ડનું પરિણામ 2024 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગ્રામ પંચાયતને મળતી કુલ ગ્રાંટો 2024

દરેક વિષયની પાકિબુક કેવી રીતે બનાવવી? /हर विषय की fair बुक कैसे बनाएं???

Important Dates for GSEB Board Result 2025 :: How to Check GSEB Result 2025 – Step-by-Step Guide gseb 2025